Students wishing to apply for the Vishwakarma Educational Trust’s online scholarships for higher education in 2017 and beyond may please take note of the following:
- The applicants shall pay Non-Refundable Application Fee of Rs. 100 by any of the following methods and upload the proof of payment or receipt:
- A check drawn in favor of “The Vishvakarma Educational Trust-Non Refundable application Fee” from your bank account maintained with the Bank of Baroda and deposit it in the VET’s a/c No. 17410200000861 maintained with the Bank of Baroda, Titwala branch, Valsad. Upload the pay-in slip acknowledged by the Bank of Baroda.
- Intra-bank account transfer from the applicant’s account to the VET’s above mentioned account and upload the transaction advice in the application form. (This is the easiest and preferred method).
- You can make instant bank-to-bank payments using just the Mobile number or Virtual Payment Address (VPA) through Digital Payment App, like the Bharat Interface for Money (BHIM). This method lets you make simple, easy and quick transfer to the above mentioned VET’s account using Unified Payments Interface (UPI). Ask your bank for more information and assistance.
The applicant can upload the bank Transaction information received from the bank on the mobile phone by saving the message and scanning it (not the photocopy taken on the mobile phone) and uploading it on the computer when applying for a scholarship.
- The courses with the semester fee not to exceed Rs 30,000 and the term (yearly) fee not to exceed Rs 60,000 will be considered for scholarships.
- The students with the course fees higher in amount than the above limits will need to apply for student loan from the bank and submit the bank loan statement when applying for scholarship, after the fee is paid to the college, with the fee paid receipt uploaded. The VET shall provide “Subsidized Interest” scholarship to eligible students.
Other Changes in the 2017 VET Scholarship Program:
In both the above cases, the scholarship amount will be a set percentage of the fees paid to the college, which will depend upon whether the course is Vocational, Diploma, Graduate or post-Graduate course.
Please see the “Contact Us” section of the VET website should you have any question or need any clarification.
12મો શિષ્યવૃત્તિ સમારોહ
વલસાડ, રવિવાર તા. 09-02-2017.
વિશ્વકર્મા એજ્યુકેશનલ ટ્રસ્ટનો 12મો શિષ્યવૃત્તિ સમારંભ તા. 9 ફેબ્રુઆરી 2017ના રોજ વલસાડમાં મોંઘાભાઈ ઓડિટોરીયમ ખાતે યોજાયો હતો. સવારે 10.00 વાગ્યાથી આમંત્રિતો આવી ગયા હતા અને ઓડિટોરીયમ શ્રોતાઓથી ભરાઈ ગયું હતું. કાર્યક્રમનું પ્રમુખપદ દમણનાં બિલ્ડીંગ અને લેન્ડ ડેવલપર તથા સમાજના અગ્રણી શ્રી વિનોદભાઈ આર. પંચાલે શોભાવ્યું હતું. અતિથિ વિશેષ પદ સેલવાસના ઉદ્યોગપતિ અને અગ્રણી સામાજીક કાર્યકર શ્રી ફતેહસિંહ ચૌહાણે શોભાવ્યું હતું. બીજા અતિથિ વિશેષ તરીકે મા ફાઉન્ડેશન વાપીના ગફુરભાઈ બીલખીઆ ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાની રજુઆતથી થઈ હતી. તે પછી સમારંભના પ્રમુખશ્રી, અતિથિ વિશેષશ્રી તથા ટ્રસ્ટીઓએ મળીને વિશ્ર્વકર્મા પૂજા અને દિપ પ્રાગટ્ય વિધિ મંત્રોચ્ચાર સહિત કરી હતી. ત્યાર બાદ સ્થાપક ટ્રસ્ટીશ્રી ધનસુખભાઈ લુહારે આવકાર પ્રવચન સાથે સંસ્થાની પ્રવૃત્તિની માહિતી આપી હતી. ત્યાર બાદ ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ મિસ્ત્રીએ કાર્યક્રમના પ્રમુખશ્રી વિનોદભાઈ પંચાલનો પરિચય આપ્યો હતો અને ટ્રસ્ટના પ્રમુખશ્રી બાબુભાઈ મિસ્ત્રીએ તેમનું પુષ્પ ગુચ્છ અર્પણ કરી અને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. ત્યાર બાદ અતિથિ વિશેષ શ્રી ફતેહસિંહ ચૌહાણનો પરિચય ઉપપ્રમુખશ્રી અરવિંદભાઈ મિસ્ત્રીએ આપ્યો હતો. તેમનું સન્માન ટ્રસ્ટી શ્રી ધનસુખભાઈ લુહારે પુષ્પ ગુચ્છ અર્પણ કરી અને શાલ ઓઢાડીને કર્યું હતું. બીજા અતિથિ વિશેષશ્રી ગફુરભાઈ બીલખીઆનું પણ શ્રી બાબુભાઈ મિસ્ત્રીએ સન્માન કર્યું હતું.
સંસ્થાના પ્રમુખશ્રી બાબુભાઈ મિસ્ત્રીએ આજના શિક્ષણમાં આપણું પછાતપણું અને યુરોપનો એક નાનકડો દેશ ફીનલેન્ડના શિક્ષણમું સુન્દર રીતે છણાવટ કરી ત્યાના શિક્ષણની સફર કરાવી હતી. વધુમાં બાબુભાઈએ જણાવ્યું હતું કે વિશ્ર્વનાં દેશોમાં ભારત દેશનું સ્થાન ક્યાં? વિશ્ર્વની શ્રેષ્ઠ 200 યુનિવર્સીટીમાં ભારતની એક પણ યુનિવર્સીટી નથી. આપણા બાળકો આ શિક્ષણ મેળવી રહ્યાં છે, જે દેશ પાસે 750 વર્ષ જૂની વલ્લભી, નાલંદા અને તક્ષશિલા જેવી ત્રણ ત્રણ વિશ્ર્વપ્રસિધ્ધ વિદ્યાપીઠો હતી, તે દેશ આજે શિક્ષણમાં પછાત કેમ રહી જવા પામ્યો? તેઓએ વધુમાં દાનનો મહિમા સમજાવતા કહ્યું હતું કે ખેતરમાં વાવેલાં બધા જ બી કંઈ ફળતા નથી, પરંતુ જીવન ઉપવનમાં વાવેલા સતકર્મનું એક પણ બીજ નકામું જતું નથી. તેના પ્રતીસાદ રૂપે સંસ્થાને કુલ્લે લગભગ 22 લાખ રૂપિયાનું માતબર દાન મળ્યું હતું.
સમારંભના પ્રમુખશ્રી વિનોદભાઈ પંચાલે રૂા. 1,11,101.00,
શ્રી ધનસુખભાઈ લુહારે રૂા. 1,62,000.00,
શ્રી ગફુરભાઈ બીલખીયાએ રૂા. 5,00,000.00,
ત્રણ અનામી સભ્યોએ રૂા. 1,00,000.00,
વિદેશથી રૂા. 7,00,000.00 અને
હાજર રહેલા સભ્યો તરફથી લગભગ રૂા. 3,50,000.00 જેટલું માતબર દાન મળ્યું હતું.
કાર્યક્રમ અગળ વધારતાં, ઉપસ્થિત મહાનુભાવોએ અને ટ્રસ્ટીઓએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. સમારંભના મુખ્ય વક્તા શ્રીમતી કાજલ ઓઝા વૈદ્યે આજના શિક્ષણ વિષય પર સચોટ રજુઆત કરી હતી. ત્યાર બાદ સંંસ્થાના સેક્રેટરીશ્રી શશીકાંતભાઈ મિસ્ત્રીએ આભાર વિધિ કરી હતી અને અંતે રાષ્ટ્રગીત સાથે સમારંભની પૂર્ણાહૂતી કરી હતી. ત્યાર બાદ સુરૂચી ભોજન લઈ સૌ છૂટા પડ્યા.
11મો શિષ્યવૃત્તિ સમારોહ
વલસાડ, રવિવાર તા. ૨૪-૦૧-૨૦૧૬.
માત્ર એક જ સમાજ નહીં પરંતુ કોઈ પણ સમાજના વિદ્યાર્થીઓ કે જેઓ શિક્ષણ મેળવી પગભર થવા ઈચ્છતા હોય તેવા તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે વલસાડનું વિશ્ર્વકર્મા એજ્યુકેશનલ ટ્રસ્ટ છેલ્લા ૧૧ વર્ષથી શિષ્યવૃત્તિ વિતરણ સમારોહનું આયોજન કરતું આવ્યું છે. શિક્ષણ જ જીવનનો આધાર હોવાથી તમામ સમાજ હવે શિક્ષણ ઉપર જ ભાર મુકી રહ્યો છે. જેની સામે શિક્ષણ પણ મોંઘુ થતું જઈ રહ્યું હોવાથી અર્થિક નબળાઈના કારણે સમાજના અનેક લોકો પોતાના સંતાનને શિક્ષણ આપી શકતાં નથી. જેથી વલસાડના વિશ્ર્વકર્મા એજ્યુકેશનલ ટ્રસ્ટે ૧૦ વર્ષ અગાઉ આ શૈક્ષણિક ક્ષેત્રમાં પહેલ કરી કોઈ પણ પ્રકારના ન્યાત-જાતના ભેદભાવ વિના તેજસ્વી તારલાઓને દર વર્ષે શિષ્યવૃત્તિ આપવાની પરંપરા ચાલી કરી હતી. જેના ભાગરુપે રવિવાર તા. ૨૪-૦૧-૨૦૧૬ના દિને વલસાડના મોંઘાભાઈ હોલ ખાતે ૧૧મો શિષ્યવૃત્તિ વિતરણ સમારોહ ઓયોજિત કરવામાં આવ્યો. સમારોહમાં વક્તા તરીકે ઉપસ્થિત રહેલા લેખક જય વસાવડાએ પ્રભાવક પ્રવચન આપી સૌને મંત્ર મુગ્ધ કર્યા હતાં. સમારંભના અતિથી વિશેષ ધરમશીભાઈ છેડા અને નલીનભાઈ સંઘવીએ રુ. એક એક લાખનું દાન જાહેર કર્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઈ મિસ્ત્રીએ અગાઉનું શિક્ષણ અને આજના શિક્ષણ વિશે વિવેચન કરી દાનની અપીલ કરતાં રુ ૨૨ લાખથી વધુ દાનો આવ્યાં હતા. સ્વાગત પ્રવચન ટ્રસ્ટી ધનસુખભાઈ લુહારે કર્યું હતું. જ્યારે આભારવિધિ ટ્રસ્ટી શશીકાંતભાઈ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગોપાળભાઈ ટંડેલે કર્યું હતું. છેલ્લા ૧૦ વર્ષમાં વિવિધ સમાજના ૪૦૦ વિદ્યાર્થીઓને રુ ૫૫ લાખ સુધીની સહાય આ ટ્રસ્ટ દ્વારા અપાઈ છે.
નવા ટ્રસ્ટીની નિમણૂંક
શ્રી પ્રકાશભાઈ અમૃતભાઈ મિસ્ત્રી, ઉ.વ.આશરે ૬૩ વર્ષ, વાપીના અગ્રણી સમાજ સેવક અને ઉદ્યોગપતિ છે. તેઓશ્રી CAD Paper Machine Pvt. Ltd. વાપીના મેનેજીંગ ડિરેક્ટર છે અને છેલ્લાં ૪૦ થી વધુ વર્ષોથી પેપર મીલને લગતી વિવિધ મશીનરીઓ બનાવી રહ્યાં છે. તેમણે ઉદ્યોગપતિઓનું સંગઠન કરી સમાજસેવાના હેતુથી ફ્રેન્ડઝ સોશ્યલ ગૃપ બનાવ્યું હતુ. તેના તેઓ ફાઉન્ડર પ્રમુખ હતાં. વિશ્ર્વકર્મા સેવા સમાજ, વાપીના તેઓ પ્રમુખ છે. વિશ્ર્વકર્મા એજ્યુકેશનલ ટ્રસ્ટમાં તેઓને ટ્રસ્ટી તરીકે નિમણૂંક કરીને આવકારતાં આનંદ અનુભવીએ છીએ. ટ્રસ્ટી તરીકેના તેમના પ્રવેશની સાથે જ મુંબઈ અને વાપીથી મોટી રકમનાં દાન મેળવવામાં તેમનો સહયોગ પ્રાપ્ત થયો છે.